દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

જાણો પાણીના જુદા જુદા નામ


પાણી – પ્રાણ બચાવનાર પ્રવાહી
અંભસ – જે બધે પ્રસરી જાય છે અને કોઇ સાથે અથડાતા અવાજ પેદા કરે છે તે
કીલાલ – અગ્નિની જ્વાળાઓને અટકાવે છે તે
પાનીય – પ્રાણીમાત્ર જેને પીએ છે અને અગ્નિનાં તાપથી જે શોષાય છે તે
ક – જે શુદ્ધ હોવાથી પ્રકાશે છે અને શીતળતાનો ગુણ ધરાવે છે તે
અમૃત – જેને સેવતા અકાળ મોત થતું નથી તે
નીર – જે હદયને પ્રિય અને હદય માટે તૃપ્તિકારક છે તે
સલિલ – નીચેની તરફ ઢળતું કાયમ માટે હિતકારી છે તે પ્રવાહી
આપ – જે સર્વમાં વ્યાપી જાય છે તે
ઉદક – બધા જ પદાર્થોને ભીના કરી શકે છે તે
જલ – તરસ મટાડતુ પ્રવાહી
ધનરસ – મેઘનું જ જે બીજુ સ્વરૂપ કહી શકાય છે તે
અંબુ – જે કોઇપણ સાથે ટકરાતા અવાજ પેદા કરે છે તે
વારિ – જે તરસ થાક મૂર્છા અને અકળામણ દૂર કરે છે તે
પયસ – શીતળતા અને મધુરતા જેનો ગુણ છે તે
પાયસ – દરેક પ્રાણી જળમય હોવાથી જેનાથી દરેક પ્રાણીનું રક્ષણ થાય છે તે
તોય – જે બધે જ ફેલાય શકે છે તે અને એથી બધા પ્રદેશને ઢાંકી શકે છે તે
જીવન – જેને આધારે બધા જ પ્રાણીઓ જીવી શકે છે તે
વન – તરસથી પીડાતા પ્રાણીઓ જેનું સેવન કરવા માંગે છે તે
અર્ણસ – જેનો ગુણ નીચાણ તરફ જવાનો છે તે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો