દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દો


  • હોડીમાં રાંધવા માટેની જગ્યા = સુરધન
  • પંદર-સતર વર્ષની ઉમરનાં હોવું = બાખરો
  • સફર દરમિયાન વહાણ/હોડીનાં તળીયે ચોંટી જતાં છીપલાં = કડો
  • ખટપટીયો, દગાખોર એવો નકામો માણસ = કાવુંસીયો
  • આંસુ = રૂંગા
  • ચુપચાપ થઇ જવું = કાલાબોકાલાં
  • મધ્યમ કદની હોડી = પડી
  • ઠપકો = ઉપાલંભ
  • નાગાઇ ઉપર ઉતરવું / નાગાઇ કરવી = નાંગાદવાજા
  • દરીયાઇ માછલીમાંથી બનતો પુલાવ(વાનગી) = માઇકુલાલ
  • પોતાની નાત સિવાઇનો માણસ = બારવારો
  • જાડી/તગડી/માંસલ પણ જરા અણઘડ સ્ત્રી = ઢોલફાડ્ય
  • હોડી/વહાણમાં રહેલી સાવ નાની તિરાડમાંથી દરિયાનું પાણી હોડીમાં અંદર ભેગું થાય તે = ઘામટ
  • માછલાને કાપીને ધોયા પછી તેની ગંધવાળુ પાણી = મછડુંડન
  • ભગવાન = કિરતાર
  • દરીયામાંથી મોટા જથ્થામાં માછલાં મળી આવવા તે = પરતલ
  • દરીયાઇ ભરતી પહેલાનો લાગતો પાણીનો ધક્કો = વીળ
  • દરીયાઇ ઓટ પહેલાનો લાગતો પાણીનો ધક્કો = હાલર
  • શરીર = વપુ
  • નગારૂ = ત્રંબાળુ
  • રાત્રે કુતરાં લાંબાઢાળે રૂવે/રાગડાં તાણે તે = રવાડ
  • સફરની હોડી/વહાણનાં તળીયે રહેલું મુખ્ય જાડુ લાકડું (જેનાં ઉપર હોડીનું બાંધકામ થાય) = પઠાણ
  • માછલા પકડવા માટે હોડીને દરીયામાં લઇ જવી તે = લોધ
  • ઘેટાબકરાનું મોટું થયેલું બચ્ચું = હલવાનીયું
  • ઝાકળનો પવન = ઘાવરવાવડો
  • બરફ ખાંડવા માટેની લાકડાની મોટી હથોડી = મોગરી
  • ખૂબ જ મારવું તે = ઢાબરવું
  • ફરતે બાંધેલી દિવાલ (વરંડો) = બરમદા
  • યોગશાસ્ત્ર પ્રમાણે ત્રણ મુખ્ય નાડીઓમાંની વચલી નાડી = સુષમણા (અન્ય બે ઇડા, પિંગલા)
  • બારીક રેશમી વસ્ત્ર = દુકૂલ
  • તેજસ્વી તારો સૂર્ય = તરણિ
  • હ્દય / અંત:કરણ = સ્વાન્ત
  • કપટ/દગાબાજી = કૈતવ
  • દુશ્મન = અરિ
  • મહામુશ્કેલીથી નિવારી શકાય તેવું = દુર્નિવાર
  • માંદુ પડેલું / બીમાર થયેલું = આજાર
  • વરસાદ અંગેની વિદ્યા = પર્જન્યવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો