- કમરથી ઉપરનાં ભાગનું ચિત્ર = અરૂણચિત્ર
- જ્યાં જઇ શકાય નહીં તેવું = અગમ્ય
- જેનાં હાથ ઘૂંટણને અડે તેટલા લાંબા છે તેવો = અજાનબાહુ
- ગાડા ભાડે ફેરવનારો – અધવાયો
- છાપરાનાં નળિયાને વ્યવસ્થિત ગોઠવનારો = સંથારો
- ઘણો પોકાર છતાં કોઇ કાને ન ધરે કે સાંભળે તે = અરણ્યરૂદન
- ઘેર-ઘેર ફરીને ભિક્ષા માંગવી તે = માધુકરી
- હાથમાં પકડીને/રાખીને લડવા માટેનું હથિયાર = શસ્ત્ર
- લડવા માટે હાથમાંથી છૂટુ ફેંકી શકાય તેવું હથિયાર = અસ્ત્ર
- કૂવામાંનાં દેડકા જેવી દ્રષ્ટિ = કૂપમંડૂક
- જેની શરૂઆત જ થઇ નથી તેવું = અનાદિ
- જે પીવાને લાયક/યોગ્ય નથી તેવું પ્રવાહી = અપેય
- ઘેટાં-બકરાને રાખવાની જગ્યા = ઝોડકું (વાડો)
- જ્યાં પગ મૂકી શકાય નહીં તેવું = અગોચર
- જેનું મન બીજે ઠેકાણે છે તેવું = અન્યમનસ્ક
- દરિયાની અંદર ગયેલો જમીનનો ભાગ = ભૂશિર
- પ્રશંશાનાં શબ્દો દ્રારા નિંદા કરવી = વ્યાજસ્તુતિ
- આધાર વિનાની મનઘડત વાતો = ઉટાંગ
- આશરો કે ઉતેજન આપવું = પોશિંદુ
- નમૂના માટે બે ચપટી/મૂઠી લેવાતા દાણા = વાનચી
- નહીં માગવાની વૃતિ ધરાવતો = અજાચક
- ખેતરમાં ભાત લઇને જનારી સ્ત્રી = ભથવારી
- પતિનાં આગમનની રાહ જોતા ઘરે તૈયાર થઇને બેઠેલી સ્ત્રી = વાસકસજ્જા
- પહેલીવાર પરણનાર પુરૂષ = પંથવર
- શરાબ(મદિરા) જેવી નશીલી સ્ત્રી = મદિરાક્ષી
- નાટ્યમંચનાં પડદા પાછળનો ભાગ = નેપથ્ય
- મૃત્યુનાં દિવસથી વર્ષ પુરૂ થતું હોય તે તિથિ = સંવત્સરી
- જે વૃધ્ધ હોવા છતાં મજબૂત બાંધાનું છે તે = ખખડધજ
- પાણીમાં ભરેલો/રહેલો ચીકણો કાદવ = સૂંથ
- ભાયડા જેવી (હિજડો નહીં) સ્ત્રી = વનળા
- જે સ્ત્રીનું એકપણ સંતાન મૃત્યુ પામ્યુ નથી તેવી સ્ત્રી = અખોવન
- સંકેત/ઇશારો સમજી જઇને પ્રેમીને મળવા જનારી સ્ત્રી = અભિસારિકા
- (લગ્ન વખતેની એક વિધિરૂપે) વરરાજાનાં હાથમાં અપાતો દીવડો = રામણદીવો
- લોખંડનું બાણ = નારાય
- સાવ અસંભવીત હોય તેવું = આકાશકુસુમવત
- એકની એક વાત વારંવાર કરવી = ચર્વિતચર્વણ
- નગરનો નાશ = પુરભંગ
- પાછળથી જેનો ઉકેલ સૂઝી આવે તેવી બુધ્ધિ = પચ્છમબુધ્ધિ
- સંગીતનાં સથવારે પાર્વતીજીએ કરેલું નૃત્ય = લાસ્ય
Pages
- મુખપત્ર
- એકમ કસોટીઓ
- પ્રાર્થના-ભજન સાંભળો
- શ્રીમદ્ ભગવદ્ ગીતા
- બાળ અભિનય ગીતો
- ધોરણ- ૧ થી ધોરણ- ૮ કવિતા
- સામુદાયિક ગાન
- નવા અભ્યાસક્રમની નવી કવિતાઓ
- ગઝલ,કવિ પરીચય
- ડાઉનલોડ કરો બુક એ પણ મફત
- ધાર્મિક પુસ્તકો
- બાલગીતો-કાવ્યો-જોડકણા
- ભજન- ગરબા
- લગ્નગીત
- લોકગીત
- શિક્ષક તાલીમ એપ્રિલ-૨૦૧૨
- સ્વામી વિવેકાનંદ
- ગુજરાત
- શૈક્ષણિક વેબસાઈટ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર
- ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ની યાદી ૧૯૬૦ થી ૨૦૧૨
સોમવાર, 15 ઑક્ટોબર, 2012
કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દસમુહ માટે એક શબ્દ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો