દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

બુધવાર, 21 નવેમ્બર, 2012

જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઈ તાકાત કદી દુ:ખી બનાવી શકતી નથી. “માણસ પોતાની જાતને જેટલો સુખી માને છે. તેટલો સુખી તે બને છે.” એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપણા મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે. “વધુને વધુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો