| અકડા-અકડીનો વખત Ø કટોકટીનો સમય |
| અક્કડને અક્કડ રહેવું Ø રોફમાં રહેવું – એટલે કે કડક રહેવું – નમવું નહિ |
| અક્કલ ગીરો મૂકવી Ø બીજાની બુદ્ધિએ ચાલવું |
| અક્કલ ગુમ થઈ જવી તે Ø બુદ્ધિ ખોઈ બેસવી |
| અક્કલ ચરવા જવી Ø ભાન ભુલવું – વિચાર્યા વિના કામ કરવું તે |
| અક્કલ દોડાવવી-ચલાવવી Ø વિચારીને ડાહપણથી કામ કરવું તે |
| અક્કલ મારી જવી Ø બુદ્ધિ કે સમજ જતી રહેવી |
| અક્કલ વેચવી Ø સમજણ ન પડે છતાં પણ બુદ્ધિ વાપરીને વર્તન કરવું |
| અક્કલના કાંકરા થવા Ø બુદ્ધિનો પ્રદર્શન થવુ તે, |
| અક્કલની ખાણ Ø બહુ અક્કલવાળું માણસ |
| અક્કલનું આંધળું Ø દોઢડાહ્યું, બેવકુફ, મુર્ખ |
| અક્કલનો ઓથમીર Ø અણસમજુ, બેવકુફ |
| અક્કલનો દુશ્મન Ø મુર્ખ, અણસમજુ, બેવકુફ |
| અક્ષરવાસી થવું Ø મરણ પામીને બ્રહ્મગતિ મેળવવી, મૃત્યુ પામવું |
| અખત્યાર લઈ લેવો Ø સત્તા લઈ લેવી |
| ઈજજત આપવી- કરવી Ø માન આપવું, આબરૂં વધારવી |
| ઈજજતના કાંકરા કરવા Ø માન પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવું |
| ઈડરિયો ગઢ જીતવો Ø ન થઈ શકે તેવું પરાક્રમ કરવું, કોઈ મોટું અશક્ય કાર્ય કરવું. |
| ઈન મીન ને સાડેતીન Ø ત્રણ ચારથી વધારે નહિ તેટલા માણસ |
| ઈશ્વરના ઘરની ચીઠ્ઠી Ø ઈશ્વરનો હુકમ, કુદરતી રીતે થતો બનાવ, મોત આવવું. |
| ઈશ્વરના ઘરની દોરી તૂટવી Ø આવરદા પૂરી થવી, જીવન પૂરૂ થવું. |
| કપાળમાં ચાલ્લો કરવો Ø કંઈ ન આપવું (તિરસ્કારના અર્થમાં બોલાય છે ) |
| કપાળે ચોટવું Ø કર્યા કે ભોગવ્યા વિના છૂટકો ન થાય તે |
| કપાળે લખાવી આપવું Ø નિર્માણ થવું સુભાગ્ય થઈ જન્મવું |
| કપૂરે કોગળા કરવા Ø સુખી હોવું, સુખ વૈભવ માણવો, |
| કબર ખોદવી Ø પોતાને નુકશાન થાય એવું વર્તન કરવું |
| ખજાને ખોટ ન આવવી Ø કંઈ પણ વસ્તુ ન ખૂટવી, અઢળક વસ્તું હોય તે, |
| ખટકો રાખવો Ø કોઈ પણ કામ પ્રત્યે હંમેશા સતેજ હોય તે |
| ખડિયા પોટલા બાંધવા Ø ઊપડી જવું, ઉંઠાતરી કરવી |
| ખડી જવું Ø મોરચેથી હટી જવું, કોઈ પણ કામમાં પાછું પડવું |
| ખણખોદ કરવી Ø કોઈની નિંદા કરવી, ધીમીધીમી ગપસપ કરવી તે |
| ગગન સાથે વાત કરવી Ø કરી ન શકાય તેવા કામની તેવી મોટી મોટી વાતો કરવી |
| ગજ વાગવો Ø યોગ્ય ઠેકાણે યોગ્ય રીતે શક્તિ કામે લાગવી |
| ગજગજ કૂદવું Ø મસ્તીમાં આવવું |
| ગજવા ભરવા Ø લાંચ આપવી, ખોટા રસ્તેથી મિલ્કત એકઢી કરવી તે |
| ગજવામાં ઘાલવું Ø તુચ્છ ગણી કાઢવું, માન ન આપવું તે |
| ગજવું જોઈને વાત કરવી Ø પોતાની શક્તિ અનુસાર વર્તવું તે, |
| ઘડાઈને ઠેકાણે આવવું Ø સતત કામ કરવાથી અનુભવી બનવું તે |
| ઘડીના છઠ્ઠા ભાગમાં Ø સહેજ વારમાં, જોત જોતામાં, પળવારમાં જે કાર્ય થાય તે. |
| ઘડો ગાગર થવો Ø કોઈ નિશ્ચિત ન હોય તેવી બાબતનો નિકાલ થાય તે. |
| ઘડો ગાગર થવો Ø કોઈ નિશ્ચિત ન હોય તેવી બાબતનો નિકાલ થાય તે. |
| ઘરનો દિવો Ø જેવા વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે, |
| ઘરનો દિવો Ø જેવા વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે, |
| ઘરનો સ્તંભ Ø જેના આધારે ઘર ચાલતું હોય તે |
| ઘરનો સ્તંભ Ø જેના આધારે ઘર ચાલતું હોય તે |
| ચકચક કરવું Ø ઉતાવળે કલબલ કલબલ કરવું તે |
| ચકચક કરવું Ø ઉતાવળે કલબલ કલબલ કરવું તે |
| ચકચૂર થવું – બનવું Ø બહુ ખાવા-પીવાથી ચાલી ન શકાય તેવું થવું. |
| ચકચૂર થવું – બનવું Ø બહુ ખાવા-પીવાથી ચાલી ન શકાય તેવું થવું. |
| ચકડોળે ચડવું Ø ઉપર-નીચે જવું, |
| ચકડોળે ચડવું Ø ઉપર-નીચે જવું, |
| ચકલા ચૂંથવા Ø હલકો ધંધો કરવો, કોઈ પણ કામ કરતો પણ તેનું વળતર |
| ચકલા ચૂંથવા Ø હલકો ધંધો કરવો, કોઈ પણ કામ કરતો પણ તેનું વળતર |
| ચડી વાગવું Ø બહેકી જવું, મર્યાદા ન માનવી |
| ચડી વાગવું Ø બહેકી જવું, મર્યાદા ન માનવી |
| ચડ્યે ઘોડે આવવું Ø અતિશય ઉતાવળે ક્યાંક જવું તે, |
| ચડ્યે ઘોડે આવવું Ø અતિશય ઉતાવળે ક્યાંક જવું તે, |
| ચરણ સેવવા Ø કોઈને વશ થઈ જવું તે, અધીન થઈ સેવા ઉઠાવવી, |
| ચરણ સેવવા Ø કોઈને વશ થઈ જવું તે, અધીન થઈ સેવા ઉઠાવવી, |
| જડભરત જેવું Ø એકને એક ઠેકાણે જડવૃત્તિ રાખીને રહેનાર |
| જડમૂડથી ઉખેડી નાંખવુ Ø નિર્મૂળ કરવું, મતલબ કે કોઈ નિશાની ના છોડવી તે |
| જમ જેવું Ø એક અર્થમાં તેને કોઈનું ના માને તેવું. |
| જમણો હાથ હોવું Ø અંગત મદદ માટે રાખનાર માટે આ શબ્દ વપરાય છે. |
| ઝટકા પડવા Ø ના ગમતું કામ કરવું પડે ત્યારે આ શબ્દ વપરાય છે. |
| ઝડતી લઈ નાખવી Ø સારી પેઠે ઠપકો આપવો. |
| ટકા કરવા Ø રોકડી કરવી, ક્યાંકથી ફાયદો થાય તે |
| ટકાના તેર Ø ગણતરીમાં ન લેવાય એમ માનવા માટે આ શબ્દ છે |
| ટક્કર ઝીલવી Ø આફતનો સામનો કરવો, |
| ટપી જવું Ø બીજાથી ચઠિયાતા થવું, હોશીંયાર હોવું તે |
| ટલ્લે ચડાવવું Ø વાયદા કરવા, રખડાવવું, કોઈ કામ સમયસર ન કરવું |
| ઠંડા પહોરનું Ø ગપ મારવી, છોલવું એટલે કે મોટી મોટી વાતો કરવી |
| ઠંડા પાણીએ ન્હાવું Ø મોટું નુકશાન જવું તે, અથવા ઠગાઈ જવું, |
| ઠેકાણે પાડવું Ø કોઈનું કાસળ કાઢવું (મારી) નાંખવું, |
| ઠોકર ખાવી Ø અથડાઈ જવું, કોઈ શિખામણ આપે તેવી ભૂલ કરવી, |
| ઠોકી બેસાડવું Ø કોઈ વાત પરાણે મનાવવી અથવા બંધબેસતી કરવી, |
| ડખો કરવો Ø નકામી વાત કે કજીયો કરવો, ખોટું લડવું, ઝઘડવું, |
| ડખો ઘાલવો Ø કોઈ વાતમાં વચ્ચે પડીનેવિઘ્નો ઊભા કરવાં. |
| ડફણાં મારવાં Ø ફટકા મારવા, મતલબ કે વધારે પડતું બોલવુ |
| ડબકા મેલવા Ø જાણ્યા વિના બોલવું, કોઈ વાચમાં વચ્ચે બોલવું તે. |
| ડંકો વડાગવો Ø કિર્તિ ફેલાય તેવું કામ કર્યું હોય, કોઈ વાત જાહેર કરવી |
| ડંફાસ મારવી Ø બડાઈ મારવી, મોટી મોટી વાતો કરવી |
| ઢસરડા કરવા Ø ન થાય તેવું કામ હોય તો પણ મરતા મરતા જે કામ કરવું |
| ઢંઢેરો પીટવો Ø ખાનગી વાત જાહેર કરવી, લોકો જાણે તેવું કરવું, |
| ઢાંકપિછોડો કરવો Ø કોઈ વાતને દાબવી અથવા ખાનગી રાખવી, |
| વડના વાંદરા ઉતારવા Ø અટકચાળું હોવું |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો