દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012


જાણવા જેવું...જાણી વિચારવા જેવું

જાણવા જેવું

~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.

~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.

~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !

~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત મોનોકોઆ સમુદ્રમાં આવેલો છે !

~> ફિલિપાઇન્સનિ બોયા ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છેજેથી માળો રાત્રે ચમકે !

~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !

~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છેજે ૧.૫મી ઊંચું હોઇ શકે !

~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !

~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !

~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !

~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છેએક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ન વાત કરી શકાય
ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !

~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !

~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !

~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !

~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !

~> અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત વપરાય છે.

~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.

~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.

~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !

~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !

~> સાપને કાન નથીઆંખો છેપરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથીપણ શિકારીને પકડવાના દાંત હોય છે.

~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.

~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.

~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.

~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકાઅમેરિકાઆરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.

~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરીતેનો
નાશ કરી શકતા નથી.









ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી

ક્રમ
રાજ્યપાલ
સમયગાળો
૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
પી.એન.ભગવતી (કાર્યકારી)
૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
વી.એન.ભગવતી (કાર્યકારી)
૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦
૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧
૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨
૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩
૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪
૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫
૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬
કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી)
૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭
૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮
૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯
ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી)
૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦
૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧
એસ.સી.જમિર (કાર્યકારી)
૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨
૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં)

                                               જરા વિચારો ?


·       અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્મોલ લેટર આઈમાં જે ઉપર મીડું કરવામાં આવે છે તેને ટાઇટલ
તરીકે લખવામાં આવે છે.
·       ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસે વેસ્ટ ઈન્ડીઝ ટાપુની શોધ કરી હતી.
·       સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા ૮ મિનિટ અને ૧૭ સેકન્ડનો સમય
લાગતો હોય છે.
·       સર આઈઝેક ન્યૂટનની માતા ન્યૂટનને ખેડૂત બનાવવા માંગતી હતી અને તે
માનતી હતી કે ખેડુત બનવા માટે શિક્ષણની જરૂર નથી.
·       સત્તર વર્ષની ઉંમરે રાફેલે ચિત્રકળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના
મેળવી હતી.
·       લોકસભામાં એક પણ દિવસ ન જનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી ચૌધરી
ચરણસિંહ હતા.
·       નાઈલ નદી ૬,૬૯૦ કિમી લંબાઈ ધરાવે છે.
·       વિશ્વમાં સૌથી વધુ વેનિલા ફ્લેવરનો આઈસ્ક્રીમ પસંદ કરવામાં આવે
છે.
·       અવકાશયાત્રી નીર્લ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલાં ડાબો પગ મૂક્યો
હતો.
·       બરફને પ્રવાહી એમોનિયામાં રાખવામાં આવે તો તે પીગળતો નથી.
·       પેંગ્વિન એ એકમાત્ર એવું પક્ષી છે જે પાણીમાં તરી શકે છે પણ ઊડી
નથી શકતું.
·       અબરખ ધાતુનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.
·       લક્કડખોદ પક્ષી એક સેકન્ડમાં 20 વખત પોતાની ચાંચથી પ્રહાર કરી શકે
છે.
·       દુનિયાની તમામ કીડીઓનું વજન વિશ્વના તમામ મનુષ્યો કરતાં વધારે છે.
·       વોલ્ટ ડિસની કે જેઓ મિકિ માઉસ કાર્ટુનનાં રચયિતા છે, તેઓ વાસ્તવમાં
ઉંદરથી ડરતા હતાં.
·       મોના લિસા નામના પ્રખ્યાત ચિત્રમાં નજર આવતી મહિલાની આંખો પર
આઈબ્રો નથી કારણ કે તે જમાનામાં ઈટાલીમાં આઈબ્રો દૂર કરાવવાની ફેશન હતી.
·       હિમાલય પર્વત પૃથ્વીના દસમાં ભાગની સપાટી પર ફેલાયો છે.
·       બાર્બિ નામની પ્રખ્યાત ઢિંગલીનું નામ Barbie Millicent Roberts નામની વ્યવસાયી મહિલા પરથી પડ્યું છે.
·       પ્રખ્યાત ચિત્ર મોના લિસા એક સમયે નેપોલિયન બોનાપાર્ટના બેડરૂમમાં
લટકાવવામાં આવતું હતું.
·       મોટાભાગે બાળકોની ઉંચાઈ તેના પિતા અને વજન તેની માતા પર નિર્ધારિત
હોય છે.
·       The Wizard of Oz નામની ફિલ્મમાં સિંહના ચામડામાંથી બનાવેલા
વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
·       કાગળના સામાન્ય ટૂંકડાને સાતથી વધુ વખત વાળવો ખૂબ જ મુશ્કેલ છે.
·       કીડી ક્યારેય ઊંઘતી નથી.
·       આપણા સૌરમંડળમાં શુક્ર એકમાત્ર ગ્રહ છે જે ઘડિયાળના કાંટાની જેમ
ફર્યા કરે છે.
·       ચન્દ્ર પર અવકાશયાત્રીઓના પગલાં 10 મિલિયન વર્ષ સુધી ટકી રહે છે.
·       કોકા-કોલાનો વાસ્તવિક રંગ લીલો હતો.
·       મનુષ્ય પાણી પીધા વિના 11 દિવસ જીવી શકે છે.
·       ઝિબ્રા સફેદ રંગ સાથે કાળા પટ્ટાવાળા હોય છે નહીં કે કાળા રંગ સાથે
સફેદ પટ્ટાવાળા.
·       જ્યારે તમે મેઘધનુષ્ય નિહાળી રહ્યાં હોય ત્યારે સૂર્ય તમારી પાછળની
બાજુએ હોય છે.
·       વિશ્વમાં સૌથી વધુ સિનેમા થિયેટર રશિયામાં આવેલા છે.
·       એક પેન્સિલમાંથી આશરે 35 માઈલ લાંબી લીંટી દોરી શકાય છે.
·       મોટાભાગના લોકો પોતાની કોણીએ જીભ અડાડી શકતા નથી.
·       ચાર વર્ષના બાળકો એક દિવસમાં સરેરાશ 437 પ્રશ્નો પૂછતા હોય છે અને
·       તેમાં ખાસને આમ શા માટે બને છે ? તેવો પ્રશ્ન વારંવાર કરતા હોય છે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો